Home About Books Stories Articles Gallery Contact

Whispers

Brief encounters, fleeting moments, and profound realizations. A collection of short stories written from the heart.

સોનલ

દરેક વખતે માણસ જ ખરાબ હોય એ જરૂરી નથી, ક્યારેક એના સંજોગ વધારે ખરાબ હોય એવું પણ બને! - નિયતી કાપડિયા “નિર્ઝર”

એક અધૂરું શમણું

જો કોઈ પુરુષોના દિલને જરાક ફંફોસી જુએ તો, એક એક ખૂણેખાંચરેથી કેટલીય રૂપાળી લલનાઓના સુંવાળા કિસ્સા મળી આવે... –નિર્ઝર

ચિત્રકારની મુંઝવણ

જેને ખામી જ કાઢવી છે એમને તો ચાંદમાં પણ ડાઘ દેખાશે, એમને લીધે કંઈ ચાંદ છુપાઈ નથી જતો! –નિર્ઝર

લાલ ગુલાબ

જે તમારું છે એ ક્યાંય જવાનું નથી!

વડલાનું ભૂત, Vadalanu Bhoot

બાળપણમાં તમે ગામડે ગયા હોય ત્યારે ભૂત જોયું’તું? ભૂત નહીં જોયું હોય તો એની વાતો તો જરૂર સાંભળી હશે... એ બધા પ્રસંગની યાદ તાજી કરાવે એવી એક મજાની વાર્તા, ‘વડલાનું ભૂત’

અવિરત અને જીયા

પતિપત્ની વચ્ચેની મીઠી તો ક્યારેક ખૂબ જ ગંભીર બની જતી લડાઇઓ...

મારી વાત

એક લીટીને મોટી દેખાડવા એની બાજુમાં બીજી નાની લીટી દોરવી પડે છે. એ જ રીતે તમારા દુઃખને નાનું સમજવા બીજાનું મોટું દુઃખ જોવું, સમજવું પડે..

હું તને પ્રેમ કરું છું

દેવ આજે સવારે જ આવેલો રમ્યાનો મેસેજ જોઈને ચમક્યો હતો. એ અને મિહિર છૂટાછેડા લઈ રહ્યાં છે... દેવને આંચકો લાગી ગયો. રમ્યા અને મિહિર બંને એના કોલેજ સમયના ખાસ મિત્રો હતા. એ એક ઘડીમાં વરસો પાછળ, એમના જૂના સમયમાં પહોંચી ગયો...

લવ યુ જાન

કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.

વિસ્મૃતિ

આલોક આજે ખુશ હતો. છેલ્લા કેટલાય દિવસોની દોડધામ બાદ આજે એને એ કોન્ટ્રાક્ટ મળી ગયેલો. એને એમ કે ઘરે વહેલો પહોંચી આજે એ ફેમિલી સાથે ડિનર કરવા કોઈ સારી હોટલમાં જશે.

સાસુ વિનાનું સાસરું

સુહાની કૉલેજથી પાછી આવી કે તરત જ બેઠકખંડમાં બેઠેલા મહેમાનોને જોઈ સહેજ સંકોચાઈ. ઉપરછલ્લી બધા સામે એક નજર કરી, સ્મિત આપી એ અંદર ભાગી ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,

લેટેસ્ટ મોબાઈલ ફૉન

લકી એક નવા મોબાઈલ માટે કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.

મનનો ભાર

બેધ્યાનપણે જ સાંજે દુકાનની બહાર લાઈનમાં ઊભો ઊભો હું મારો નંબર આવે એની રાહ જોતો કાન ખંજવાળી રહ્યો હતો. મને એમ કે મોંઢે માસ્ક પહેરેલું છે, એટલે કોઈ મને ઓળખી નહીં શકે પણ હું ખોટો ઠર્યો. મારાથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને થોડે દૂર ઊભેલી એક મહિલાએ મને ઓળખી કાઢ્યો. “મધુ..? માધવ તું જ છે ને?” ધેરો, કોઈ ઊંડી ખીણમાથી આવતો હોય એવો અવાજ મારા કાને પડ્યો અને મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું.

દિવ્યકેના

એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.